અહી રજુ કરેલ પ્રાર્થના-કાવ્યો અને બાળગીતો વેબ જગતમાંથી સંગ્રહ કરેલ છે
સ્વાગત ગીત
શાળાને આંગણે આવ્યા મહેમાન રે, કરીએ સ્વાગત ને, હૈયે છે હર્ષ રે ....(૨) પધારો પધારો મહેમાન......(૨) નાનારે બાળ અમે ખીલતા કુસુમ કલી, મેળવીએ જ્ઞાન, અમે થઈશું મહાન... પધારો પધારો મહેમાન.....(૨) નાના રે બાળ અમે સ્વાગત શું કરીએ, હૈયાના હેતને, સામે તે રાખીએ ....(૨) પધારો પધારો મહેમાન.....(૨) શાળાને.... આવ્યા છો આપ તો માગ રે ચિંધજો, શિખામણના બોલ બે અમને રે કહેજો.....(૨) પધારો પધારો મહેમાન.....(૨) સ્વાગત ગીત
આવો મહેમાન અમ આંગણિયે રે..... આવો અમારે આંગણિયે રે....... આવો અમ મંદિરમાંને મંદિર શોભાવો, પ્રેમભીનાં હૈયામાંથી પ્રેમ અમે અર્પીએ.... પ્રેમ સ્વીકારી અમ અંતર નચાવો, આવો અમારે આંગણિયે રે.... ફુલ નથી ફુલોની પાંખડી અર્પીએ, પાંખડી સ્વીકારી અમ અંતર નચાવો, આવો અમારે આંગણિયે રે..... અમ અંતરના દ્રારેથી દીપક જલાવી, દીપક જલાવી અમ અંતરદીપાવો, આવો અમારે આંગણિયે રે.... સ્વાગત ગીત
સખી શણગારો આજ આખા ગામને રે, મારે આંગણે વધાવું મહેમાનને રે.....સખી..... સૌ આદર આપીને કરો વંદનો રે, આવો ઉત્સવ ઉજવીએ આનંદના રે.....સખી..... આજ સ્વર્ણિમજ્યોતિ કેવી દીપતી રે, ચાલો કરીએ સંકલ્પ રહે પ્રગતિ રે.....સખી..... સાથે કન્યા કેળવણી આવશે રે, એ તો જ્ઞાનનાં દીપક જલાવશે રે.....સખી..... જાણે આકાશે તારલિયા ટમકે રે, મારું ગુજરાત ઝાઝેરું ઝળકે રે.....સખી..... એકડે એક થી દસ (બાળગીત)
એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો બંન્ને બથ્થંબથ્થા બાઝી કરતા મોટો ઝઘડો તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ મને કહોને
મને કહોને પરમેશ્વર કેવા હશે ? ક્યાં રહેતા હશે, શું કરતા હશે ? ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને, તારાને ગૂંથનારા કેવા હશે ? … મને કહોને આંબાની ઊંચી ડાળે ચડીને, મોરોને મૂકનાર કેવા હશે ? … મને કહોને મીઠા એ મોરોના સ્વાદ ચખાડી, કોયલ બોલાવનાર કેવા હશે ? … મને કહોને ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી, ધૂ ધૂ ગજાવનાર કેવા હશે ? … મને કહોને મનેય મારી માડીને ખોળે, હોંસે હુલાવનાર કેવા હશે ? … મને કહોને એ તો કેવી અજબ જેવી વાત છે!
એ તો કેવી અજબ જેવી વાત છે! નાની મારી આંખ, એ તો જોતી કાંક કાંક…. એ તો કેવી અજબ જેવી વાત છે! નાક મારું નાનું, એ સૂંઘે ફૂલ મજાનું…. એ તો કેવી અજબ જેવી વાત છે! નાના મારા કાન, એ સાંભળે દઈ ધ્યાન…. એ તો કેવી અજબ જેવી વાત છે! નાનું મોઢું મારું, એ બોલે સારું સારું…. એ તો કેવી અજબ જેવી વાત છે! નાના મારા હાથ, એ તાળી પાડે સાથ…. એ તો કેવી અજબ જેવી વાત છે! પગ મારા નાના, એ ચાલે છાનામાના…. એ તો કેવી અજબ જેવી વાત છે! આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી…. એ તો કેવી અજબ જેવી વાત છે! દરિયાને તીર એક રેતીની ઓટલી
દરિયાને તીર એક રેતીની ઓટલી ઊચીં અટૂલી અમે બાંધી જી રે. પગલું તે એક એક પાડે મહેમાન એમ રામજીની આણ અમે દીધી જી રે. પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ, પગલું સોનેરી એક પાડજો જી રે. પગલામાં નવલખ તારાની ભાત ને સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે. બીજા મહેમાન તમે આવો, પવનદેવ, પગલું પનોતું એક પાડજો જી રે. પગલામાં વાત લખો પરીઓના દેશની ફૂલડાંની ફોરમ પૂરજો જી રે. ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ, પગલું મોતીનું એક પાડજો જી રે. પગલામાં મહેલ ચણી સાતે પાતાળના, માણેકના દીવા પ્રગટાવજો જી રે. ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો, પગલાં તે પાડજો જાળવી જી ને, જોજો વિલાય ના એ પગલાંની પાંદડી, બાળુડે ઓટલી બનાવી જી રે. વાર ચક્ર
રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ,ગુરુ પાંચમો, પછી શુક્ર છે વાર. શનિવાર તે સાતમો, છેલ્લો વા ગણાય. એમ કરી અઠવાડિયું, સાતવારનું થાય. જનનીની જોડ સખી નહી જડે
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ હાથ ગૂંથેલ એના હીરના રે લોલ હૈયું હેમંત કેરી હેલ રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ શશીએ સિંચેલ એની સોડ્ય રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ જગનો આધાર એની આંગળી રે લોલ કાળજામાં કૈંક ભર્યા કોડ રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ પળના બાંધેલ એના પ્રાણ રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ લેતા ખૂટે ન એની લહાણ રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ અચળા અચૂક એક માય રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ માડીનો મેઘ બારે માસ રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ એનો નહિ આથમે ઉજાસ રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ |
જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો ! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો; દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો! મારું જીવન અંજલિ થાજો ! સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો; ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો! મારું જીવન અંજલિ થાજો ! વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો; હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો ! મારું જીવન અંજલિ થાજો ! વમળોની વચ્ચે નૈયા મુજ હાલકલોલક થાજો; શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો! મારું જીવન અંજલિ થાજો ! મંદિર તારું વિશ્વરૂપાળું…..
મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સરજનહારા રે; પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે. નહિ પૂજારી નહિ કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે; નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે. વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે; મંદિરમાં તું કયાં છુપાયો, શોધે બાળ અધીરા રે. વંદન કરીએ શ્રી પ્રભુ તમને...
વંદન કરીએ શ્રી પ્રભુ તમને, પહેલું વંદન માતપિતાને, બીજું વંદન ગુરુજી તમને. વંદન કરીએ શ્રી પ્રભુ તમને, ત્રીજું વંદન આદ્યશક્તિને, ચોથું વંદન ઉમાપતિને. વંદન કરીએ શ્રી પ્રભુ તમને, પાંચમું વંદન પુરુષોત્તમને, આશિષ આપો સર્વ સુખ અમને વંદન કરીએ શ્રી પ્રભુ તમને, ભક્તજનોને સુખી કરો છો, મનના સઘળા મેલ હરો છો. વંદન કરીએ શ્રી પ્રભુ તમને, જ્ઞાન હ્રદયમાં આપ ભરો છો, શાંતિ આપો છો સહુના દિલને. વંદન કરીએ શ્રી પ્રભુ તમને, મૈત્રીભાવનું પવિત્ર ઝરણું …
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સન્તોના ચરણ કમળમાં મુજ જીવનન અર્ઘ્ય રહે કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. દીન,ક્રૂર ને ધર્મવિહોણા દેખી દિલમાં દર્દ રહે, માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ મારગની તો યે સમતાચિત્ત ધરું. ચન્દ્રપ્રભાની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે, વેરઝેરના પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાવે. મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મંગલ મંદિર ખોલો
મંગલ મન્દિર ખોલો, દયામય ! મંગલ મન્દિર ખોલો ! જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો, દયામય ! મંગલ મન્દિર ખોલો ! તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લ્યો, લ્યો, દયામય ! મંગલ મન્દિર ખોલો ! નામ મધુર તમ રટ્યો નિરન્તર, શિશુ સહ પ્રેમે બોલો, દયામય ! મંગલ મન્દિર ખોલો ! દિવ્ય-તૃષાતુર આવ્યો બાલક, પ્રેમ-અમીરસ ઢોળો, દયામય ! મંગલ મન્દિર ખોલો ! રઘુપતિ રાઘવ રાજારામ….
રઘુપતિ રાઘવ રાજારામ,પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ,ભજ પ્યારે તુ સીતારામ. કૌશલ્યાના પ્યારા રામ,દશરથના દુલારા રામ. રઘુપતિ રાઘવ રાજારામ,પતિત પાવન સીતારામ. અયોધ્યાન રાજા રામ,હનુમાજીના વહાલારામ. લક્ષ્મણજીના સાથી રામ,ભરતજીના બંધુ રામ. રઘુપતિ રાઘવ રાજારામ,પતિત પાવન સીતારામ. રાત્રે નિદ્રા દિવસે કામ,ક્યારે ભજશો સીતારામ? સીતારામ સીતારામ ભજ પ્યારે, |
મા
મા એટલે વાત્સલ્યની વીરડી મા એટલે સાક્ષાત પ્રેરણામૂર્તિ મા એટલે પ્રેમનો ઘૂઘવતો સાગર મા એટલે ભીની માટીની મહેક મા એટલે મીઠી પવનની લહેર મા એટલે આશાઓનું કિરણ મા એટલે સુખની ચરમસીમા મા એટલે શિક્ષકોની શિક્ષક મા એટલે મમતાનો હીંચકો મા એટલે હૃદયનો ધબકાર મા એટલે વૃક્ષની છાયા મા એટલે અમૃતકુંભ મા એટલે કુટુંબની સૂત્રધાર મા એટલે જીવનનું સંગીત મા એટલે સુખદુ:ખની સાથી મા એટલે વહાલની પરિભાષા મા એટલે અદભૂત શક્તિ મા એટલે સર્વસ્વ સ્વથી સર્વમાં વહેંચાય જનાર છે મા…….. વારતા રે વારતા
વારતા રે વારતા, ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરાંને સમજાવતા, એક છોકરો રિસાયો, કોઠી પાછળ ભીંસાયો, કોઠી પડી આડી, છોકરાએ ચીસ પાડી, અરરરર….માડી! મેં એક બિલાડી પાળી છે
મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે, એ હળવે હળવે ચાલે છે, ને અંધારામાં ભાળે છે, દૂધ ખાય, દહીં ખાય, ઘી તો ચપચપ ચાટી જાય, તે ઉંદરને ઝટપટ ઝાલે, પણ કૂતરાથી બીતી ચાલે, એના ડિલ પર ડાઘ છે, એ મારા ઘરનો વાઘ છે. પંખી
પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય, તો આભલે ઊડ્યા કરું, બસ! ઊડ્યા કરું,બસ! ઊડ્યા કરું! ઘડિયાળમાં દસ વાગ્યા, મમ્મી ખોળવાને આવે, પપ્પા ખોળવાને આવે, એશુ કયાં? એશુ કયાં? પેલા ડુંગરાની ટોચે, મારી પાંખ જઈને પહોંચે! મમ્મી ઢીંગલી જેવી! પપ્પા ઢીંગલા જેવા! દાદા હો દીકરી – લોકગીત
દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં નવ દેજો રે સૈ. વાગડની વઢિયાળી સાસુ, દોહ્યલી રે…. દાદા… દિ’એ દળાવે મને, દિ’એ દળાવે, રાતડીએ કંતાવે રે સૈ, પાછલે તે પરોઢીએ પાણીડાં મોકલે રે…. દાદા… ઓશીકે ઈંઢોણી મારે, ઓશીકે ઈંઢોણી, પાંગતીએ સિંચણિયું રે સૈ, સામે તે ઓરડીએ વહુ તારું બેડલું રે…. દાદા…. ઘડો ન ડૂબે મારો, ઘડો ન ડૂબે, સિંચણિયું નવ પહોંચે રે સૈ, ઊઠ્યો ને આથમ્યો કૂવા કાંઠડે રે…. દાદા….. ઊડતા પંખીડાં મારો, ઊડતાં પંખીડાં મારો, સંદેશો લઈ જાજો રે સૈ, દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે….. દાદા…. કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો, અજવાળી આઠમના આણા આવશે રે… દાદા…. માસ ચક્ર
કારતકમાં ટાઢ આવી,માગશરમાં જામી. પોષ મહિને પતંગ લઈને ટાઢને ઉડાડી. મહા મહિનામાં મહાશિવરાત્રી,મહાદેવ મહાકાલ. ફાગણ મહિને હોળી આવી,રંગ ગુલાબી લાવી. ચૈત્ર મહિનો ગરમી લાવ્યો,વેકેશન વૈશાખ. જેઠ મહિને શાળા ખૂલે,દફ્તર કેરો થાક અષાઢ મહિને આંધી સાથેવાદળ વરસે ઝાઝાં. શ્રાવણ મહિને સરવર છલકે,શાકભાજી છે તાજા. ભાદરવાનો ભીંડો લોકો,હોંશે હોંશે ખાય. આસો મહિને દિવાળીનાફટાકડા ફોડાય. પોપટભાઇ પરણે છે.
ચાલો, ચાલોને જોઆ જઇએ, પોપટભાઇ પરણે છે. પેલા દરજીડાએ કપડા સીવ્યા, પોપટભાઇ પરણે છે. પેલી સુગરીએ માળૉ શણગાર્યો, પોપટભાઇ પરણે છે. પેલો હોલો વગાડે ઢોલ, પોપટભાઇ પરણે છે. પેલા તેતર વાજા વગાડે, પોપટભાઇ પરણે છે. પેલા બતક બેન્ડ બજાવે, પોપટભાઇ પરણે છે. પેલી કોયલડી ગીત મીઠા ગાતી, પોપટભાઇ પરણે છે. પેલો મોરલો તો મન મૂકી નાચે, પોપટભાઇ પરણે છે. પેલી ઢેલડી તો રાસે રમતી, પોપટભાઇ પરણે છે. પેલા બગલા ડોક હલાવે, પોપટભાઇ પરણે છે. પેલી કાબર પીઠી ચોળે, પોપટભાઇ પરણે છે. પેલી સમ્ડી વીંઝણો ઢોળે, પોપટભાઇ પરણે છે. પેલી નીલકંઠ સાજ સજાવે, પોપટભાઇ પરણે છે. પેલી ચકલી લુણ ઉતારે, પોપટભાઇ પરણે છે. પેલો ડ્રોંગો પૂંછડી હલાવે , પોપટભાઇ પરણે છે. પેલા હંસલા મારગ બતાવે , પોપટભાઇ પરણે છે. પેલી મેના ઘણી શરમાતી, પોપટભાઇ પરણે છે. પેલો પોપટો તો મેનાને લાવ્યો, પોપટભાઇ પરણે છે. પેલા બપૈયા વરઘોડીયાને પોંખે, પોપટભાઇ પરણે છે. પંખીડાનો હરખ ના માયે, પોપટભાઇ પરણે છે. |